Press ESC to close

વીર પ્રભુ શણગાર ધરે

 
વીર પ્રભુ શણગાર ધરે 
મારા વીર પ્રભુ શણગાર ધરે
મારા વીર પ્રભુ શણગાર ધરે  
સુખ થાય સદા દરિશન કરતાં 
વીર પ્રભુ શણગાર ધરે 
 
 
 મુખ વિમલ વિમલ તેજ  ધરે    ,  દીવડે  દીવડે અજવાસ ભરે  ,   નીરખી નીરખી  મારું મન ઠરે  

ધૂપ મઘ મઘ મઘ મઘ બળે  ,  સુરભિ મન મોહે છે પળે  પળે  , સહુ સુખ મળે ,  સહુ દુ:ખ ટળે  …

 મલકી મલકી મહાવીરજી  મારા   , મધુરો મધુરો  જાદુ કરે 

રમતાં રમતાં સમતારસ  દાદા ,     પાપ હરે   સંતાપ હરે   
મારા વીર પ્રભુ શણગાર ધરે  . ૧

 તારું  નામ ગમે , તારું  ધામ ગમે ,તારું  કામ ગમે  , આ દમામ ગમે  , તારા  રૂપ ને રંગ તમામ ગમે 

તારું ગીત ગમે , તારું સ્મિત ગમે તારી પ્રીત ગમે  , તારી રીત ગમે ,  તનમન  તને નિત નિત  નમે તારે દ્વાર મારા   શુભ લાભ  વસે  જાણે સાવન  મેઘલો ઝરમરે 

રાતે  નીંદર લેતાંય સપનામાં તુજ  મંગલ  મૂરત તરવરે 

 મારા વીર પ્રભુ શણગાર ધરે  . ૨ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *