ગુરુદેવની કૃપા શરુઆત કરાવે . ગુરુદેવની કૃપા કામ આગળ વધારે . ગુરુદેવની કૃપા વિઘનને અટકાવે અને હરાવે . ગુરુદેવની કૃપા નૈયાને પાર પહોંચાડે . હુું કરું છું એ ભાવ કમજોર બનાવશે . ગુરુદેવ કરાવે છે એ ભાવ મજબૂૂૂતી આપશે . ગુરુ જ શુભારંભ છે . ગુરુ જ મુહૂર્ત છે . ગુરુ જ મંંગલાચરણ છે . ગુરુ જ સર્વ મંંગલ છે .
પ્રભુ મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરી , ગણધર ભગવંતો દ્વારા દ્વાદશાંગીની રચના થઈ . અંતગડ દસા એ દ્વાદશાંગી અંતર્ગત આગમસૂત્ર છે . આમાં વિવિધ તપસ્યાઓનું અને તેના તપસ્વીઓનું વર્ણન મળે છે . આમાં સૌથી છેલ્લે આર્યા મહાસેન કૃષ્ણાની કથા છે . તેઓ આર્યા ચંદનબાળાના શિષ્યા હતા . તેઓ એકાદશ અંગસૂત્રોના જાણકાર હતા . તેમનો દીક્ષા પર્યાય સત્તર વરસનો હતો . એમણે કરેલી તપસાધનાનો આલેખ આ શબ્દોમાં વાંચવા મળે છે : एवं महासेणकण्हा वि । णवरं आयंबिलवड्ढमाणं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरति । तं जहा , आयंबिलं ○ चउत्थं ○ बे आयंबिलाईं ○ चउत्थं ○ तिन्नि आयंबिलाईं ○ चउत्थं ○ चत्तारि आयंबिलाईं ○ चउत्थं ○ पंच आयंबिलाईं ○ चउत्थं ○ छ आयंबिलाईं ○ चउत्थं ○ एवं एकोत्तरियाए वड्ढढीए आयंबिलाईं वड्ढंति चउत्थंतरियाइं जाव आयंबिलसयं ○ चउत्थं . तते णं सा महासेणकण्हा आयंबिलवड्ढमाणं तवोकम्मं चोद्दसहिं वासेहिं तीहि य मासेहिं वीसहिं य अहोरत्तेहिं अहासुत्तं जाव सम्मं काएण फासेति । અર્થ : અન્ય આર્યાઓની જેમ આર્યા મહાસેન કૃષ્ણાએ પણ તપ સ્વીકાર્યું . એમનાં તપનું નામ હતું આચામ્લ વર્ધમાન . આમાં એક આંબેલ , એક ઉપવાસ . બે આંબેલ , એક ઉપવાસ . ત્રણ આંબેલ , એક ઉપવાસ . ચાર આંબેલ , એક ઉપવાસ . પાંચ આંબેલ , એક ઉપવાસ . છ આંબેલ , એક ઉપવાસ . એમ વધતાં વધતાં એકસો આંબેલ , એક ઉપવાસ . એવા ક્રમે ૧૦૦ ઓળીઓ કરવાની હોય છે . આર્યા મહાસેન કૃષ્ણાએ ચૌદ વરસ , ત્રણ મહિના અને વીસ દિવસમાં આ તપ સમાપ્ત કર્યું .
પ્રભુ મહાવીરના સમયમાં જે તપ આર્યા મહાસેન કૃષ્ણાએ કર્યું હતું તે તપ આજસુધી કેટલા મહાપુરુષોએ કર્યું હશે એનો ગણના થઈ નથી . જેણે જેણે આ તપ કર્યું તેઓમાં એવા તપસ્વી ઘણા ઓછા થયા છે જેમણે એકથી માંડીને સળંગ એકસો સુધીની સળંગ ઓળી કરી છે . મોટાભાગના તપસ્વીઓએ એકથી પાંચ ઓળીઓ સળંગ કર્યા બાદ છઠી , સાતમી આદિ ઓળીઓ અલગ અલગ કરી છે . આવા સૌ તપસ્વીઓએ સો ઓળી પૂરી . અને પછી આ વર્ધમાન તપ અહીં પૂરો થાય છે એમ વિચારીને અટકી ગયા . એક જ જીવનમાં બીજી વખત એકસો ઓળીનું ચક્ર ગતિમાન્ થઈ શકે છે , આ કલ્પનાને પૂરો અવકાશ મળ્યો નહોતો . સો ઓળીઓ થઈ ગઈ એટલે આ વાત પતી ગઈ , એવું વલણ હતું .
એ મુજબ જ શ્રી રાજ વિજયજી મ.એ સોમી ઓળી પૂરી કરી . અનેક સંઘોએ સોમી ઓળીનાં પારણા નિમિત્તે મહોત્સવ કરવાની ભાવનાપૂર્વક વિનંતી કરી હતી કે સોમી ઓળીનું પારણું અમારા સંઘમાં થાય એવો લાભ આપો . સુરેન્દ્રનગર જૈન સંઘની વિનંતીનો સ્વીકાર થયો હતો . વિ. સં. ૨૦૧૩ ની સાલ હતી . મહા મહિનો હતો . સિદ્ધાંતમહોદધિ પૂ. આ.શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા , વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજા આદિ ૭૫ મહાત્માઓનું સાંનિધ્ય હતું . પૂ. પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી મ. નું પણ ૧૦૦ ઓળીનું પારણું હતું . મહોત્સવ મંડાયો હતો . રથયાત્રામાં ગજરાજ , ચાંદીનો રથ અને અન્ય ઠાઠમાઠ અને આડંબર હતો . પ્રભુભક્તિમાં ઊંચા ગજાના ગાયક કલાકારો હતા . અંગરચનાઓ અજબગજબની હતી . પૂજાપૂજનોમાં ઉપસ્થિતિ જબરદસ્ત હતી .
મહા સુદ નોમ આવી હતી . આર્યા મહાસેન કૃષ્ણાએ ચૌદ વરસ , ત્રણ મહિના અને વીસ દિવસમાં જે એકસો ઓળી પૂરી કરી હતી . એ એકસો ઓળીને શ્રી રાજ વિજયજી મ.એ ઓગણીસ વરસમાં પૂર્ણ કરી લીધી હતી . પારણુું તપાચારની ભૂૂમિકાએ થયુું હતુું . એમ લાગતું હતું કે હવે બીજી કોઈ તપસ્યાની વાત થશે તો થશે બાકી આંબેલની ઓળીઓ તો પતી ગઈ . પણ વિહારમાં એક ગોઝારો બનાવ બન્યો . ( ક્રમશ : )
Leave a Reply