Press ESC to close

વિશ્વની સૌથી સુંદર મૂર્તિ : કળા અને જીવંતતા

પ્રભુની મૂર્તિને શ્રદ્ધાની નજરે જુઓ છો ત્યારે દરેક મૂર્તિ સુંદર જ લાગે છે . કળાની દૃષ્ટિએ જોવા માંડીએ ત્યારે અમુક મૂર્તિ વિશેષ સુંદર લાગે છે . નાલંદાના શાંતિનાથ ભગવાન્ . કાંગડાના આદિનાથ ભગવાન્ . અચલગઢના એક ભગવાન્ ‌ . પિંડવાડાના સીમંધર ભગવાન્ . આવી અનેક અનેક કળાત્મક મૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ છે લછવાડની શ્રી વર્ધમાન જિન જીવિત સ્વામી પ્રતિમા . એવું કહેવાય છે કે આ મૂર્તિ જ્યારે બની રહી હતી ત્યારે શિલ્પીની કાયામાં દેવો પ્રવેશ કરીને નિર્માણ કરતા . આ મૂર્તિ બની ગઈ તે પછી એવી દંતકથા પ્રચલિત થઈ કે આવી ને આવી બીજી મૂર્તિ બની શકશે નહીં . મૂર્તિનું એક પાસું છે કળા . રચનાકર્મની દૃષ્ટિએ જોવાથી સમજાય . આંખો લાંબી અને ધારદાર . આંખોની ઉપર ભ્રૂલતા‌ ધનુષ્ય જેવી‌ કમાનદાર . મસ્તકે વાળની જટાજૂટ વનરાજી સમાન . નાસિકા નમણી અને દેદીપ્યમાન . સુકોમળ હોઠ સંપુટ . હોઠના બે ખૂણે અર્ધ ચંદ્રાકાર ઊભો ખાડો , સ્મિતનું સર્જન કરે . ગાલ સપ્રમાણ રીતે ભરાવદાર . ઉપસી આવેલી હડપચી અને હોઠની વચ્ચે રેખાંકન , સમગ્ર મુખમુદ્રાને વિશ્વવિજયી વિશ્વાસથી સમૃદ્ધ બનાવે . કુંડલ જેવું આયાત કર્ણયુગલ સ્કંધને સ્પર્શે .

મૂર્તિનું બીજું પાસું છે જીવંતતા . યોગીઓનો અનુભવ હોય છે કે મૂર્તિ બોલે છે , મૂર્તિ પ્રસન્નતા બતાવે છે , મૂર્તિ સવાલ પૂછે છે , મૂર્તિ ઉત્તર આપે છે , મૂર્તિ નારાજગી બતાવે છે , મૂર્તિ સાંત્વના આપે છે . શું ખરેખર આવું બને છે ? આ સવાલનો જવાબ પોતપોતાના અનુભવ પર આધારિત છે . પ્રાચીન સ્તવનોમાં યોગીઓના અનુભવ અંકિત છે . એ અનુભવોમાં એક અહેસાસ વહેતો હોય છે : મારી સામે મારા ભગવાન્ જીવંત બેઠા છે . લછવાડના મહાવીર પ્રભુ સામે ઊભા હોઈએ ત્યારે પ્રાચીન સ્તવનોમાં વસેલાં સ્પંદનોનો સ્રોત ભીતરમાં જાગી ઊઠે છે . પ્રભુએ આપણી વાત સાંભળી છે એવો આત્મસંતોષ . પ્રભુ કાંઈક કહી રહ્યા છે એવો ભાવ . પ્રભુ હંમેશા સાથ આપશે એવી સાંત્વના . બધું જ મળે છે .

એ અનુભવોમાં એક અહેસાસ વહેતો હોય છે : મારી સામે મારા ભગવાન્ જીવંત બેઠા છે . લછવાડના મહાવીર પ્રભુ સામે ઊભા હોઈએ ત્યારે પ્રાચીન સ્તવનોમાં વસેલાં સ્પંદનોનો સ્રોત ભીતરમાં જાગી ઊઠે છે . પ્રભુએ આપણી વાત સાંભળી છે એવો આત્મસંતોષ . પ્રભુ કાંઈક કહી રહ્યા છે એવો ભાવ . પ્રભુ હંમેશા સાથ આપશે એવી સાંત્વના . બધું જ મળે છે . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *