Press ESC to close

૧૫ . એક ઈતિહાસ બની રહ્યો હતો

આપણે કલ્પના પણ ન કરી શકીએ કે વિ.સં ૧૯૭૨માં જન્મ લેનારી વ્યક્તિ વિ.સં . ૨૦૩૪ માં સો સો ઓળીઓ બે વાર પૂરી કરી લેશે .

રાજકથા

૬૪ વરસની જિંદગીમાંથી ૨૮ વરસ , ૫ મહિના અને ૧૦ દિવસ કેવળ આંબેલમાં વીત્યા . જિંદગીના આશરે કુલ ૨૩૦૪૦થી થોડાક વધારે દિવસોમાંથી કુલ મળીને ૧૦,૨૧૦ દિવસો આંબેલની ઓળીમાં જ વીતી ગયા . દરેક સુદ પાંચમ અને સુદ અગિયારસે ઉપવાસ જ હોય . એનો અર્થ એ કે આંબેલની ઓળીના ૧૦,૨૧૦ દિવસોમાંથી ઓછામાં ઓછા ૭૨૦ દિવસો તો ઉપવાસમાં જ વીત્યા . આંબેલો આંબેલખાતા પર નિર્ભર નહોતા . આંબેલનું અચિત્ત જલ પાણીખાતા પર અવલંબિત નહોતું . નિર્દોષ ગોચરી અને પાણીનો જ આગ્રહ રહેતો . કેટલાય આંબેલ ગરમ રસોઈ વિનાના થયા . કેટલાય આંબેલમાં એક ઘૂંટડો નિર્દોષ
પાણી પણ મળ્યું નહોતું . હસતાં મોઢે કઠિનાઈઓને પાર કરી દીધી હતી . હું તપસ્વી છું એવો પ્રદર્શન ભાવ નહોતો . હું ઘણો ઓછો તપ કરું છું એવી નમ્રતાનું સંવેદન હતું .
તપ હતો અને તપનો મદ નહોતો એથી તપનું તેજ વધી જતું . સોમી ઓળીનો ઉત્સવ એક સંઘનાં આંગણે થવાનો હતો પરંતુ અનેકાનેક સંઘો એમાં જોડાવાના હતા . પાટણ , સુરેન્દ્રનગર , આંકલાવ , ચલોડા , ઉમેટા , ઉસમાનપુરા-અમદાવાદ ,  બાવળા  , શાંતિનગર – અમદાવાદ  ,  મહેસાણા  ,   વઢવાણ ,  ,  સુરેન્દ્રનગર ,   પાલિતાણા  , ગિરધરનગર – અમદાવાદ  ,   જાવાલ   ,  રાજપુર ડીસા  , જૂના ડીસા  , પાટણ  , વિરમગામ  , કચ્છ માંડવી  ,  પાડીવ , બાલી  , પિંડવાડા  , બરલૂટ  , કાલન્દ્રી  , રતલામ  , નારણપુરા – અમદાવાદ  ,  સાબરમતી – અમદાવાદ  , શ્રીપાલનગર – ચંદનબાલા  , પાલનપુર આદિ સંઘોમાં ચાતુર્માસ કરી ચૂક્યા હતા . બે ચાતુર્માસની વચ્ચેનો સમય આઠ મહિનાનો હોય છે એમાં કેટલાય સંઘોમાં સ્થિરતા કરી હતી .  આ સંઘો ઉજવણીમાં જોડાશે એ પાક્કું જ હતું . 

 વિ. સં. ૨૦૩૩નું ચોમાસું ગિરધરનગર જૈન સંઘનાં આંગણે જ થયું . આચાર્ય ભગવંતનું ગિરધરનગરમાં આ ત્રીજું ચોમાસું હતું .  દરવરસની જેમ આ ચોમાસું તપપ્રધાન રહ્યું . આંબેલ ઘરેઘરમાં થયા . ચોમાસા સંબંધી તપ , પર્યુષણા , વર્ધમાન તપનો પાયો નવપદજીની ઓળી – આ દરેકમાં તપસ્વીઓની સંખ્યા ઘણી જ મોટી રહી .
ચોમાસું પૂરું થયું . બસ્સોમી ઓળીનો પ્રારંભ વિ.સં. ૨૦૩૪ની સાલમાં થયો હતો .  એક ઈતિહાસ રચાઈ રહ્યો હતો . આજ સુધી જે બન્યું નહોતું તે હવે બનવાનું હતું . માગસર સુદ તેરસે સોમી ઓળીનાં પ્રથમ આંબેલનાં પચખાણ લેવાયા હતાં . જેમણે જેમણે આ પચખાણ ગ્રહણ જોયુું તે ધન્ય બની ગયા . 
—————-
સામાન્ય રીતે ઉત્સવ પૂર્વે ઉત્સવની પત્રિકા છપાવીને વિતરિત કરવામાં આવે છે . બસ્સોમી ઓળીની ઉજવણી નિમિત્તે એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું . એનું નામ : શાસન પ્રભાવક તપ અને તપસ્વી . આ પુસ્તકના ત્રણ વિભાગ હતા . પ્રથમ વિભાગમાં – તપધર્મ વિષયક ૬ વ્યાખ્યાનો , વર્ધમાન તપની ક્રિયા વિધિ , અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય , નવાંગી પૂજાનું રહસ્ય આટલું સાહિત્ય હતું . બીજા વિભાગમાં શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા , શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા , શ્રી પ્રેમ સૂરીશ્વરજી મહારાજા , શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા , વર્ધમાન તપના આરાધકો , શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા , શ્રી નરચંદ્રવિજયજી મ. , શ્રી નરચંદ્રવિજયજી મ. , શ્રી દિવ્યાનંદવિજયજી મ.ની જીવનકથાઓ હતી . ત્રીજા વિભાગમાં સિત્તેરથી વધુ શુભેચ્છા સંદેશ હતા . છેલ્લે ઉત્સવના લાભાર્થી પરિવારનો પરિચય હતો .
કોઈ પારણાના પ્રસંગે એક આખું પુસ્તક છપાયું હોય એવો આ પ્રથમ અવસર હતો .
——————
સોમી ઓળીના દિવસો ઝડપથી વીત્યા હતા . ફાગણ વદ ત્રીજથી ફાગણ વદ દશમ સુધીનો મહોત્સવ નિર્ધારિત થયો હતો . મહોત્સવ પ્રસંગે ચૌદ આચાર્ય ભગવંતો , એકસોથી વધુ સાધુ ભગવંતો અને ત્રણસોથી વધુ શ્રમણી ભગવંતોની નિશ્રા નિર્ધારિત થઈ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *