Press ESC to close

દીક્ષાગીત : પગલે પગલે પંથ ખૂલે

પગલે પગલે પંથ ખૂલે ,
પ્રવ્રજ્યા પ્રભુતા આપે છે .
શુદ્ધ અવસ્થાના  સંસ્કારો
પ્રવ્રજ્યા હૃદય પર છાપે છે .
જન્મમરણની સાંકળને ,
પ્રવ્રજ્યા થકી તોડાય છે .
જિન આજ્ઞાના પાલનમાં ,
પ્રવ્રજ્યાથી જીવન જોડાય છે .
મોહનીયના આદેશને ,
પ્રવ્રજ્યાના પાલક ઉથાપે છે .
પગલે પગલે પંથ ખૂલે ,
પ્રવ્રજ્યા પ્રભુતા આપે છે .  ૧
દુઃખનો ડર સુખનો આદર ,
પ્રવ્રજ્યામાં ના રહે છે .
સંવર અને નિર્જરાનો લય  ,
પ્રવ્રજ્યામાં અખંડ વહે છે .
પાપને દોષને કર્મોને ,
પ્રવ્રજ્યાનું હથિયાર કાપે છે .
પગલે પગલે પંથ ખૂલે ,
પ્રવ્રજ્યા પ્રભુતા આપે છે . ૨
મહાપુણ્યશાલીમાં જ મળે
પ્રવ્રજ્યાની પાત્રતા ભવહારી
મહાભાગ્યશાળીને જ મળે
પ્રવ્રજ્યાનો મારગ શુભકારી .
અહિંસા સંયમ તપ આચાર
પ્રવ્રજ્યા ગગનને માપે છે
પગલે પગલે પંથ ખૂલે ,
પ્રવ્રજ્યા પ્રભુતા આપે છે .  ૩
——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *