૧ . ઋજુવાલિકા આવો
કૈવલ્ય ભૂમિ વીરની , જુહારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો
સ્પંદન્ પ્રભુ વીરના અહીં , કણકણમાં રહે છે
ખળખળ નદીનાં નીરમાં , ઈતિહાસ વહે છે
ભગવંતનો મહિમા સદા , સાક્ષાત્ અચળ છે
જે સ્પર્શના પામે એનો , અવતાર સફળ છે
આ તીર્થમાં નિજ આતમાને , તારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૧
ગોદોહિકા આસન ધરી , બેઠા હતા અહીં
ઢળતી બપોરે ધ્યાનની , ધારા ગજબ વહી
એક શાલિવૃક્ષની નીચે , દીપતી હતી કાયા
તડકો હતો કૂણો અને લાંબી હતી છાયા ,
તે કાળને તે સમયને મન ધારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૨
સાડાબાર વરસે વીરને , કૈવલ્ય મળ્યું’તું
વૈશાખ સુદ દશમ દિને , વ્રત – તપ એ ફળ્યું’તું
જાગી ઊઠ્યો જાણે અહીંથી , જગનો તારણહાર
સોનેરી કમળ , સમવસરણ બન્યાં પ્રથમ વાર
કરી મંત્ર – જાપ મોહ મમતા મારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૩
મહાજ્ઞાનની આ ધરતી પર ધબકે છે વીરનો નાદ
રમણીય રચાયો છે અહીં ચૌમુખી પ્રાસાદ
પ્રભુએ અતિ ઉજ્જ્વલ ધર્યું’તું જેવું શુક્લધ્યાન
એવી ધવલતા ધારે સંગેમરમરી પાષાણ
મહાતીર્થની દેવર્ધિને સત્કારવા આવો
ઋજુવાલિકા આવો , નંદપ્રભા આવો . ૪
__________________________
२ . क्यां मैं बोलूं
मेरी बातें क्यों न सुने तूं ये है मेरा सवाल
तेरी बातें क्यों न मैं मानूं ये है तेरा सवाल रे
क्या मैं बोलूं , तूं ही संभाल …..
तेरी बात का मरम न समझूं ऐसो री मैं अज्ञानी
कुछ ना किया है मैंने फिर भी बनता फिरूँ अभिमानी
इस प्यासे को तूं जल दे तकदीर तूं मेरी बदल दे
क्या मैं बोलूं , क्या मैं बोलूं , सब तूं ही संभाल . १
बंज़र पथ पर कैसे चलूं मैं मुझ को चलना सिखा दे
खुशबू खुशबू चंदन जैसा मुझ को जलना सिखा दे
मेरी बाजी तूंही संभाले मेरा सबकुछ तेरे हवाले
क्या मैं बोलूं , क्या मैं बोलूं , सब तूं ही संभाल . २
_________________
૩ . ઝાલી લીધો છે તારો હાથ
( ગોરી રાધા ને કાળો શ્યામ )
( દોહો )
મનગમતા ઓ સાહિબા તું સાંભળ મારી વાત
તું જ સોનેરી દિવસ છે તું જ રઢિયાળી રાત
( મુખડું )
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
મારો છે એક તું જ નાથ
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
( આંતરું )
રાખી લે તારી પાસે મોકલ મા તું દૂરે , મારા પર તારો અધિકાર રે
તારા દરબારે નાચું રંગે સંગે રાચું સદા રણઝણે તારાં નામે તાર રે
રાખી લે તારી પાસે મોકલ મા તું દૂરે મારા પર તારો અધિકાર રે
તારા દરબારે નાચું રંગે સંગે રાચું સદા રણઝણે તારાં નામે તાર રે
રૂપાળી મૂરતિ જોઈ ધન્ય થાઉં …
તારી રે પ્રીતમાં નંદપ્રભાની ખીલી રાત
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
ઝાલી લીધો છે તારો હાથ જનમોજનમનો સાથ
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
વહાલો છે તારો આ સંગાથ…..
તું જ મારી પ્રીત છે તું જ મારું ગીત છે
મારો છે એક તું જ નાથ
——–
( દોહા )
હો સાહેબ……
વાગે વાગે છે વાજીંતર ગાજે ગાજે જયકારા
ઝૂલે ઝૂલે ચામર ધોળા ગરજે ગગને ઢમકારા ..
ખનખનખન ખેલે મંજીરા ટનટનટન ઘંટા વાગે
તીર્થંકર ભગવંતનાં નામે દેવર્ધિ દીવડા જાગે
____________________
૪ . તમે શક્તિ આપો
( લાડલી )
વરસાવો મીઠા પાણી , સાંભળો મારી વાણી
મારાં મેલાઘેલા મનને , કરો સાફ …
ભૂલ હું માનું છું મારી , વાત ન માની તમારી
મારા ગુનાઓ છે અપાર , કરો માફ …
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
——————
(હે મારા સાહેબા રે )
કાલાવાલા હું કરું તો બીજા કોની પાસે કરું …..
કાલાવાલા હું કરું તો બીજા કોની પાસે કરું …..
તમે જ છો મારી મા તમે જ છો બાપ ….
તમે જ છો મારી મા તમે જ છો બાપ ….
બાંધી છે મેં પ્રીતડી એ હો પ્રભુ…..
બાંધી છે મેં પ્રીતડી એ સોના જેવી સાચી રે
રાતદિવસ કરું સાહેબ સાહેબ જાપ…
મને શક્તિ આપો સાહેબજી મને શક્તિ આપો સાહેબજી
મને શક્તિ આપો સાહેબજી બસ હું છું તમારો બાળ …
મને શક્તિ આપો સાહેબજી તમે લેજોજી મારી સંભાળ
————-
દયાળુ તમે….
દયાળુ તમે….
નાનકડી વાત યાદ રાખજો…
મને શક્તિ આપો પ્રભુજી તમે શક્તિ આપો
ભક્તિની રીત મારી ભલે કમજોર રહી
મારા દુખડા કાપો તમે નિજ સંગે થાપો
મુજને સ્થાન આપો તવ ચરણો મહીં
મને ભવે ભવે રહેવું છે તુજ સંગ
ભવે ભવે રહેવું છે તુજ સંગ
મન રંગાયું ભીંજાયું એક તમારે રંગ….
હૈયે ઉછળે દરિયા જેવા તરંગ
આ નાતો સાહિબા રાખજોજી અભંગ
તમે શક્તિ આપો તમે શક્તિ આપો
તમે શક્તિ આપો હું છું તમારો બાળ …
——————
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ઘણી ખમ્મા. ….
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ખમ્મા ઘણી
ખમ્મા ઘણી પ્રભુ ખમ્મા ઘણી
મારા સાહેબજીને ઘણી ખમ્મા
———
હે …..
નંદપ્રભા દરબારમાં દેવર્ધિ ભરપૂર ,
હૈયામાં આનંદના ઉભરે ઉજળા પૂર
_____________________________
૫ . સોળ સોળ શણગાર સજીને
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે
સિદ્ધારથ રાજાના મહેલે તીર્થંકરને લાવ્યા રે . ૧
કપાળ પર બિંદી આંકી એ સર્વ પ્રથમ શણગાર હતો
સેંથીમાં સિંદૂર ભર્યું એ બીજો શુભ શણગાર હતો
આંખોમાં કાજલ આંજ્યું એ ત્રીજો સરસ શણગાર હતો
મહેંદી લગાવી બે હાથોને એ ચોથો શણગાર હતો
જાણે એનો આત્મા પ્રભુને વધાવવા તૈયાર હતો
નાજુક નાજુક આંખોમાં સપનાઓ ચૌદ સમાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૧
લાલ જરીઅન ઓઢણી પહેરી એ પંચમ શણગાર હતો
વેણીમાં ગજરો ગૂંથાયો એ છઠ્ઠો શણગાર હતો
સુવર્ણ ટીકો માંગમાં મૂક્યો એ સપ્તમ શણગાર હતો
નથણી નમણા નાકે ઝૂલે એ અષ્ટમ શણગાર હતો
જગતની માતા બનવા માટે સર્જાયો અવતાર હતો
ચોથા આરામાં પણ એણે કલ્પવૃક્ષ નિપજાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૨
કર્ણફૂલ કાને લટકાવ્યા એ નવમો શણગાર હતો
હાર મનોહર કંઠ બિરાજ્યો એ દશમો શણગાર હતો
બાજુબંદ ધર્યા સોનેરી અગિયારમો શણગાર હતો
સુંદર સુંદર બંગડી હાથે એ બારમો શણગાર હતો
પ્રભુમાતા બનવાનો એનો એકમાત્ર અધિકાર હતો
લાખો કરોડો દેવદેવીને મહારાણી મન ભાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૩
રત્નજડિત વીંટીઓ પહેરી એ તેરમો શણગાર હતો
મૂલ્યવંત કટિબંધ ધરે છે ચૌદમો એ શણગાર હતો
પગમાં આંગળિયે અંગૂઠી પંદરમો શણગાર હતો
ઝીણી ઘુઘરીવાળા પાયલ એ સોળમો શણગાર હતો
પરમાતમનો પિંડ ઘડી દે એવો પુણ્ય પ્રકાર હતો
સોળમી સાલગીરીના પડઘમ નંદપ્રભામાં બજાવ્યા રે
સોળ સોળ શણગાર સજીને ત્રિશલાદેવી આવ્યા રે . ૪
___________________
૬ . જીવંત જીવંત આંખ
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ છે પ્રભુની .
જીવંત જીવંત આંખ .
———
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે .
આંખ અમૃત ઝરે . આંખમાં સુખ .
આંખમાં રસ . આંખમાં તેજ છે .
આંખ જાદુ કરે ….
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે
———
આંખમાં શાંતતાની દિવ્ય ઝલક છે
પૂરણ પ્રેમની પાંખ છે પ્રભુની
જીવંત જીવંત આંખ .
——-
આંખો બોલે છે મારા અણુ અણુને જગાડે છે
આંખો ચમકે છે તમસને એ ભગાડે છે
મારા તમસને એ ભગાડે છે
આંખોમાં શક્તિ અનંત છે
જય નંદપ્રભા , ભગવંત છે
ભગવંત છે, ભગવંત છે
આંખમાં વહાલ છે .
આંખ-માં , કમાલ છે
—-
આંખને જોઈજોઈ હરખે દેવર્ધિ , સકલ સિદ્ધિની સાખ
છે પ્રભુની જીવંત જીવંત આંખ
આંખમાં વહાલ છે . આંખ-માં , કમાલ છે .
આંખ અમૃત ઝરે . આંખમાં સુખ .
આંખમાં રસ . આંખમાં તેજ છે .
આંખ જાદુ કરે , આંખમાં વહાલ છે .
આંખ-માં , કમાલ છે
___________
૭ . સાહેબનો મહિમા ભારી
રમે રોમ રોમ , નમે રોમ રોમ , અરિહંત આતમ આધાર
એનાં નામની આગળ બોલું ઓમ મળે ઊર્જા અપરંપાર
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી
મારા સાહેબ છે જયકારી મારા સાહેબ છે મનહારી . ૧
પ્રભુ તેજ તેજ અંબાર ધરે શ્રી નંદપ્રભા મહારાજ
રૂપ રંગ અદભુત અહો ત્રણ ભુવન શિરતાજ
સાહેબનો મહિમા ભારી . ૨
સાહેબો મારા સંગે પલપલ રહે છે
સાહેબના નામે ધારા અખંડ વહે છે
સાહેબ અનંત ઉપકાર સાહેબ હૈયાનો હાર
શુભ ધ્યાન પ્રણિધાન , સાહેબજી મુજને આપે
ભગવાન ગુણગાન , કરનારના દુખડા કાપે
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી . ૩
મીઠું મીઠું મલકાતું મુખડું ગમે છે
પદ્મ આસન મુદ્રા હૈયે રમે છે
આંખોનું તેજ અપાર રમણીય રૂપ ઉદાર
એ અજર અમર એ ગગન શિખર એ દેવોના અધિદેવ
ધરે પરમ પ્રેમ કરે સાચી રહેમ देवर्धि છે એકમેવ
સાહેબનો મહિમા ભારી સાહેબની છે બલિહારી . ૪
__________________________
૮ . સાંજસવારે દીવો ધરું
સાંજસવારે દીવો ધરું , તારા દ્વારે
તારી રે લગની લાગી, તું વહાલો લાગે ,
વીર પ્રભુજી , વીતરાગી
મધુર મધુર મુદ્રા છે મનહારી
સુંદર તું સુખકર તું ગુણકારી
કોડિયામાં તેજ ભરું , તારા દ્વારે ..
વહાલો લાગે , વીર પ્રભુ જી , વીતરાગી . ૧
ખોલજે મારા ચિત્તની આ બંધ બારી ,
મારા ચેતનને ચાંપજે ચિનગારી ,
નાના નાના કામ કરું , તારા દ્વારે …
વહાલો લાગે , વીર પ્રભુજી , વીતરાગી . ૨
આટલું જ માંગુ છું પ્રભુ પાસે ,
રાખજે કાયમ તારા સહવાસે ,
નંદપ્રભા નામે તરું , તારા દ્વારે
વહાલો લાગે , વીર પ્રભુ જી , વીતરાગી . ૩
_________________
૯ . મારી અરજી સ્વીકારો
સુખ સમાધિનું કેવું હોય એ હું ના જાણું ,
ભક્તિની શુભ ક્ષણે આનંદ પરમ હું માણું ,
પ્રભુ સાથેનો સમય ચેતનાને જગાડે છે ,
નંદપ્રભા નાથજી અનહદની બંસરી વગાડે છે ,
મારી અરજી સ્વીકારો જગનાથ રે જગનાથ રે
તમે કાયમ , રહેજો સંગાથ રે
હો સાહિબા મુજને સંભાળજો રે સાહેબ
તમે જ છો ભાગ્યવિધાતા તમે જ છો શક્તિ દાતા
તમે જ મારા , સાચા સ્વામી તમે પ્રભુ અંતર્યામી
તમે પૂરા આતમરામી …મારી અરજી સ્વીકારો . ૧
એટલું બધું તમે આપી દીધું કે એની ગણના કંઈ થઈ ન શકે
ભરીભરીને તમે આપ્યું છે જેવું એવું બીજા કોઈ દઈ ન શકે
તમે ના છોડજો મારો હાથ રે હાથ રે
તમે કાયમ રહેજો સંગાથ રે મારી અરજી સ્વીકારો . 2
______________________
૧૦ . પ્રાર્થના નાથ સાંભળશે
એક પરમ દશા , અંતિમ સમયે મળશે ,
પ્રાર્થના નાથ સાંભળશે .
મુજને કાને ઘંટનાદ સંભળાશે જે તુજ મંદિરમાં ચાલે
મુજ આંખોમાં રૂપ તારું રેલાશે હર્ષાશ્રુ વહેશે ગાલે
ફૂલ કેસરની સુગંધ આવશે શ્વાસે જાણે ભક્તિ હવામાં મહાલે
તું સંગ હશે એવો છે વિશ્વાસ એવું સપનું છે મારું ખાસ
તું રમશે પ્રભુ મારાં મનમાંહીં તુજ નામ હશે સ્પંદનમાંહીં
તું વસશે સંવેદનમાંહીં ,
એક અનુભૂતિ ઊંડે ઊંડે ઉઘડશે .
પ્રાર્થના નાથ સાંભળશે . ૧
હું યાદ કરીશ સઘળી તીરથ યાત્રા જે મેં જીવનમાં કીધી
હું યાદ કરીશ ક્રિયા તપસ્યા ભક્તિ જે જે મેં આચરી લીધી
હું યાદ કરીશ જિનવાણી સુખાકારી જે મેં ઘૂંટડે ઘૂંટડે પીધી
હું યાદ કરીશ દોષ અને અપરાધ મને પસ્તાવો થશે અગાધ
મન સુકૃત અનુમોદન કરશે દુષ્કૃતની ગર્હા મન કરશે
સૌ સાથે ક્ષમાયાચન કરશે
નવકાર શ્રવણ કરતાં આંખો ઢળશે
પ્રાર્થના નાથ સાંભળશે . ૨
જીવ નવો જનમ મહાવિદેહમાં લહેશે થશે સીમંધર જિન દર્શન
દીક્ષા મળશે આઠ વરસની વયમાં , થશે પંચમહાવ્રત પાલન
નવમા વરસે કેવળ જ્ઞાન સાંપડશે વીતરાગ દશા મહાપાવન
આતમ થાશે આનંદઘન અણસાર , અવિકાર અને અકષાયી અવતાર
છેવટે ભવભ્રમણનો અંત થશે , મારો આતમરામ જ્વલંત થશે
મારી સિદ્ધદશા જયવંત થશે
દેવર્ધિ અનંત ઉર્જા સહજ ઉછળશે
પ્રાર્થના નાથ સાંભળશે . ૩
______________
૧૧ . સાધના સદન
સદ્ ધર્મની મંગલભૂમિ, રત્નત્રયનું શુભ આલંબન
સાધના સદન , સાધના સદન
વ્રતપાલકનો આવાસ , જિનવચન કરે સંચાલન
સાધના સદન , સાધના સદન
ના સાંસારિકતા ચાલે કે ના વિરાધના કોઈ ચાલે
આજ્ઞા – આત્મા – આચાર આ ત્રણમાં તન મન અવિરત મહાલે
સ્વાધ્યાયનું સાચું તીર્થ પાંચ સમિતિનું પાકું પાલન
સાધના સદન , સાધના સદન….. ૧
આચાર્યોનું ઉપાધ્યાયનું સાધુઓનું ઊર્જાબળ
કણકણમાં આવી વસશે વાયુમંડળ થાશે ઉજ્જ્વળ
દિવસે શુદ્ધ ક્રિયા રાતે હોય યોગનિદ્રાનું સ્પંદન
સાધના સદન , સાધના સદન…..૨
સંસારને જે ઉપયોગી બને તે અધિકરણ કહેવાય
સાધનાને જે ઉપયોગી બને તે ઉપકરણ કહેવાય
ઉપકરણનું આલિશાન ભવન શ્રી નંદપ્રભાનું સર્જન
સાધના સદન , સાધના સદન . ૩
_______
૧૨ . पल पल तूंही
पल पल तूंही , रहे मोरे मन में
हलचल और न कोई चंचलता चल गई मोरे मन से
चंचलता चल गई मोरे मन से तुज संग सूधबूध खोई
पल पल तूंही , रहे मोरे मन में
भूख न लागे , प्यास न जागे मन भी कुछ ना मांगे
अंखिया मेरी खोल दी तूंने जग ये अनोखा लागे
पल पल तूंही . १
धन है पराया ये तन है पराया : अपना एक आतमजी
तुज से ही आतमरति जागी
नंदप्रभा के प्रीतमजी देवर्धि दो प्रीतमजी . २
___________
१३ . ध्वजा गगन में
ध्वजा गगन में चंचल खेले
शुभकारी है री ध्वजा का दरशन जी
बारों मास का सत संग पायो
धन धन है री जीवन पावन जी ध्वजा गगन में . १
प्रभु मस्तक पर छत्र रचावत
पवन संग में री करत नर्तन जी ध्वजा गगन में . २
दूर दूर से दिखती मनोहर
नंदप्रभा में री मंगल गुंजनजी ध्वजा गगन में . ३
——-
१४ . आज आनंद अपार
आज आनंद अपार प्रसन्न मन
आज आनंद अपार प्रसन्न मन
घट घट में उद्योत हुआ है
अदभुत अनुभव बहोत हुआ है
पायो प्रभु दीदार प्रसन्न मन .
आज आनंद अपार प्रसन्न मन . १
आसमान अमरत बरसाए
मस्त सुगंधित बहती हवाए
दूर दूर कही कोयल गाए
फूल हज़ारो रंग सजाए
सृष्टि करत सतकार प्रसन्न मन .
आज आनंद अपार प्रसन्न मन . २
नंदप्रभा में वाजिंत्र वादन
कंठ सुगायन , थेई थेई नर्तन
भक्ति कें तीन प्रकार प्रसन्न मन
आज आनंद अपार प्रसन्न मन . ३
—————-
Adding more …….
Leave a Reply