Press ESC to close

સ્મરણગાથા : A beautiful book

 

સ્મરણ ગાથા

શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના ઉપક્રમે સન્ ૨૦૧૨માં શ્રીઅજિતશાંતિ જિનપુન:પ્રતિષ્ઠા મહામહોત્સવ , પાલીતાણામાં યોજાયો . મહાઐતિહાસિક બનેલ આ ઉત્સવનું દસ્તાવેજી લેખન – સ્મરણગાથા પુસ્તકમાં થયું છે .
ભવ્યાતિભવ્ય શબ્દ આપણે એમનેએમ અવારનવાર વાપરી લઈએ  છીએ  . ખરા અર્થમાં ભવ્યાતિભવ્ય શબ્દ જેને લાગુ પડે એવો આ મહામહોત્સવ હતો .
મેનેજમેન્ટની દૃષ્ટિએ , જૈનશાસનની મહાન્ મર્યાદાઓની દૃષ્ટિએ આ મહા મહોત્સવની વિશેષતાઓ શું હતી તેનું વર્ણન આ પુસ્તકમાં છે . તમને વાર્તાઓ કે વ્યાખ્યાનો વાંચવાનો હશે . આ પુસ્તક એક મેનેજમેન્ટ બુક છે . એક ધાર્મિક અવસરને મહાન્ પ્રસંગ , મહાન્ ઘટના કેવી રીતે બનાવી શકાય તેનું સુરેખ માર્ગદર્શન આ પુસ્તક આપે છે . તમે ટ્રસ્ટી હશો , કાર્યકર્તા હશો તો તમને આ પુસ્તક ઘણું મોટું માર્ગદર્શન આપશે . તમે દેવર્ધિ સાહેબની કલમના ચાહક હશો તો તમને દેવર્ધિ સાહેબની લેખનકલાનું એક નવું રૂપ અહીં જોવા મળશે . જેને સદીઓ સુધી યાદ કરવામાં આવશે એવા એક અપ્રતિમ પુનઃપ્રતિષ્ઠા મહામહોત્સવની અનુમોદનાનો અવસર આ પુસ્તક આપે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *