Press ESC to close

સંવેગ કથા : ૧ . પૂના એર હોમ

પૂના શહેર . બુધવાર પેઠ . પાસોડ્યા વિઠોબા મંદિરની પાસે એક ઈલેક્ટ્રોનિક્સની દુકાન . નામ : પૂના એર હોમ . એના માલિક હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણી . ઓગણીસસો ચાલીસના એ જમાનામાં રેડિયો ઘરે ઘરે વાગતો . હરિદાસભાઈ , રેડિયોવાળા તરીકે મશહૂર . કેેેમ કે રેડિયોરિપેરિંંગમાં એ ઉસ્તાદ . રેડિયોની સાથેસાથે નાનીમોટી ઈલેક્ટ્રોનિક આઈટમનુું પણ  રિપેેરિંગ કરે  . રિપેેરિંગ કરાવવા પાર વિનાના કસ્ટમર્સ દુકાને આવે . પહેલાં માળે દુકાન . રોડ તરફ એક બારી ખૂલે અને બારીની લાઈનમાં લાંબું રિપેેરિંગ પ્લેટફોર્મ.  રોડ તરફ એક દરવાજો પણ ખૂલે અને એ દરવાજાની લાઈનમાં કસ્ટમર  લોકો    માટે સીટિંગ . રિપેેરિંગ પ્લેટફોર્મની આગળ રિપેેરર ટીમ કામ કરતી હોય . કસ્ટમર એનાથી દૂર રહે તે માટે એક બીજું આડું પ્લેટફોર્મ ,  સીટિંગ એરિયાની આગળ હતું.  હરિદાસભાઈ એ પ્લેટફોર્મ પર હાથ રાખીને કસ્ટમર સાથે ડીલ કરે . કસ્ટમર એ પ્લેટફોર્મ પર રિપેેરિંગની આઈટમ મૂકે અને  પ્રોબ્લેમ જણાવે.  હરિદાસભાઈને એમ લાગે કે નાનું રિપેેરિંગ છે તો એ તુરંત કરી આપે . જો એમ લાગે કે લાંબુું રિપેેરિંગ છે તો , કાલે આવજો અથવા થોડા દિવસ પછી આવજો એમ કહી દે . જે મશીન રિપેરિંગ કરવા લાયક ન લાગે તે પાછું આપી દે . કસ્ટમર એ મશીન ફેેંકી દેશે એવુું લાગે ત્યારે હરિદાસભાઈ એ જૂૂૂૂના મશીન સસ્તા ભાવે ખરીદી લે અનેે ગોડાઉનમાં સંઘરી રાખે . આવા વેસ્ટેજ લેવલના ભંગાર મશીનમાંથી એકાદ સારો પૂરજો મેળવીને હરિદાસભાઈ , એને સારા મશીનના રીપેરીંગમાં વાપરે અને ટેકનિકલ વિક્ટરીનો આનંદ અનુભવે .

એ જમાનામાં  સ્પીકરની જગ્યાએ મોટા ભૂંગળાં આવતાં . પૂના એર હોમની પોતાની સાઉન્ડ સીસ્ટમ હતી . કસ્ટમર લોકોની સાઉન્ડ  સીસ્ટમનું રિપેરિંગ વર્ક પણ આવતુું .  એક થિયેટરમાં શો-ના ટાઈમે જ સાઉન્ડ સીસ્ટમ બંધ પડી  ગઈ હતી , પૂના એર હોમની ટીમેે તત્કાળ ત્યાં જઈને રિપેરિંગ કરી આપીને એ થિયેટરવાળાની ઈજ્જત બચાવી લીધી હતી . એ થિયેટરવાળા આ ઘટના બાદ હરિદાસભાઈને    VIP    જેવી રિસ્પેક્ટ આપતા . એ થિયેટરમાં કોઈપણ નવી મૂવી આવે એટલે હરિદાસભાઈના આખાય ફેમિલી માટે એની બાલ્કની ટિકિટ્સ મોકલવામાં આવતી . ફેેમિલીના નાનામોટા સૌ સભ્યો હોંંશે હોંંશે આ VIP સર્વિસ લેવા પહોંચી  જતા .

પૂના એર હોમ પાસે પોતાનો અલાયદો સાઉન્ડ સ્ટુડિયો હતો . ગ્રામોફોનનો એ જમાનો હતો . એચએમવીની કાળી ડીશમાં મ્યુઝિક સ્ટોર રહેતું .  ગ્રામોફોનમાં એ કાળી ડીશ મૂૂકવાની , કાળી ડીશ પર પાતળી નીડલ સેટ કરવાની , પછી સાઉન્ડ પ્લે કરવાનો . કાળી ડીશ ગોળ ફરવા માંડે અને મ્યુઝિક રેલાવા લાગે . પૂના એર હોમ પાસે આશરે હજારેક દેશી વિદેશી બ્લેક ડીશનું યુુુુનિક કલેક્શન હતું .  લોકો ભાડુું આપીને ડીશ ઘરે લઈ જતાં .  શોલે મૂૂવીની સૌથી પહેલી ડીશ પૂૂૂના એર હોમ પાસે આવી હતી . પૂૂૂના એર હોમની રોડ સાઈડની મોટી સાઉન્ડ સિસ્ટમ પર શોલેનો  ત્રણ કલાકનો ઓડિયો ફૂલ વોલ્યુુમમાં પ્લે કરવામાં આવ્યો હતો . રોડ પર દૂૂરદૂર સુધી શોલેના ડાયલોગ  વહેતા થયા હતા . પરિણામે છસો-સાતસો લોકોનુું ટોળું પૂૂૂના એર હોમની સામે જમા થઈ ગયું હતું. ટ્રાફિક જામને ટાળવા પોલીસ આવી પરંતુ શોલે ચાલુ છે તે સમજાયા બાદ પોલીસ પણ ટોળામાં જમા થઈ ગઈ હતી . શોલેની આ ઘટનાનેે કારણે પૂના એર હોમનુું જબરજસ્ત માર્કટિંંગ થયું હતુું. ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *